બંધારણ નો ઉદ્ભવ અને બંધારણીય સભા

1) તા. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય
રાષ્ટ્રધ્વજની પંસદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજુ કરવામાં આવ્યો હતો ?
જવાહરલાલ નહેરુ

2) રાષ્ટ્રગીત જન-ગણ- મન ના કવિ કોણ છે ? – રવીન્દ્રનાથ ટાગોર

3) બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? – રાજેન્દ્ર પ્રસાદ
(જુનિયર કલાર્ક -૨૦૧૫)

4) લોકપાલ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? –
એલ.એમ.સિંઘવી (GPSC 1 2017)

5) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી
સૌપ્રથમવાર ક્યારે યોજાઈ હતી ? – ૨૦૦૯ (GPSC ૨ ૨૦૧૭)

6) ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી
ઉમેરવામાં આવ્યો ? – ૪૨મો સુધારો (કોન્સ્ટેબલ ૨૦૧૬)

7) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? – ડો.
ભીમરાવ આંબેડકર (કોન્સ્ટેબલ ૨૦૧૫)

8) ભારતીય બંધારણની ૩૭૦મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
એન. ગોપાલાસ્વામી આયંગર (બિન સચિવાલય કલાર્ક – ૨૦૧૬)

9) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો
ક્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? – મહાત્મા ગાંધી (બિન સચિવાલય
કલાર્ક – ૨૦૧૪)

10) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલન શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો –
લક્ષ્મીમલ સિંઘવી (બિન સચિવાલય કલાર્ક – ૨૦૧૪)

11) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ? – રાજેન્દ્ર પ્રસાદ (બિન સચિવાલય
કલાર્ક – ૨૦૧૪)

12) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપાવામાં આવ્યુ હતું – અધ્યક્ષ
(બિન સચિવાલય કલાર્ક – ૨૦૧૪)

13) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે ? – ૪૪૪ અનુ. અને
૧૨ પરિશિષ્ટો (બિન સચિવાલય કલાર્ક – ૨૦૧૪)

14) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકો કયા કાયદા દ્વારા દૂર કરવામાં આવ્યા
? – ચાર્ટરએક્ટ ૧૮૧૩ (GPSC ૨૦૧૭)

15) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? – એમ.એન. રોય
(GPSC ૨૦૧૭)

16) ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ? – ૨ વર્ષ ૧૧
મહિના અને ૧૮ દિવસ (GPSC ૨૦૧૭)

17) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો ? – ૧૯૫૧
(GPSC ૨૦૧૭)

18) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ? – જવાહરલાલ નહેરુ
(GPSC ૨૦૧૭)

19) ભારતના બંધારણના આમુખને કઈ તારીખે અપનાવામાં આવ્યું ? ૨૬-૧૧-
૧૯૪૯ (GPSC એકાઉટન્ટ ઓફિસર ૨૦૧૭)

20) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ? – ડો. રાધાકૃષ્ણન (નાયબ ચિટનીશ ૨૦૧૫)

21) નીચેના માંથી કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં ન હતી ? – રવિશંકર
મહારાજ (નાયબ ચિટનીશ ૨૦૧૭)

22) બંધારણ દિન ક્યારે આવે છે ? – ૨૬મી નવેમ્બર (GPSC ૨ ૨૦૧૭)

23) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? – સી.
રાજગોપાલાચારી (ASI કાયદો ૨૦૧૫)

24) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમવાર કઈ સાલમાં કરવામાં આવી ? –
૧૯૫૬ (PSI કાયદો ૨૦૧૫)

25) ‘બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે
જવબાદાર છે.’ આ વિધાન ક્યાં પંચ દ્વારા આપવામાં આવ્યું છે ? – ચાગલા પંચ
(GSSSEB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર ૨૦૧૭)

26) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકારર્યું ? – ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
(GSSSEB હેડ કલાર્ક ૨૦૧૭)

27) ભારતીય બંધારણના આમુખનું પ્રારુપ કોણે તૈયાર કર્યું હતું ? – બંધારણીય
સલાહકાર બી.એન.રાવ (તલાટી મંત્રી ૨૦૧૭)

28) બંધારણ રચવાની માંગ સર્વપ્રથમ ૧૮૯૫માં કોના દ્વારા કરવામાં આવી ? –
બાળ ગંગાધર ટીળક (તલાટી મંત્રી ૨૦૧૭)

29) રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણસભા દ્વારા ક્યારે અપનાવામાં આવી
? – જુલાઈ ૧૯૪૭ (તલાટી મંત્રી ૨૦૧૭)

30) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? – શ્રી નીયોગી (જૂનિયર
કલાર્ક ૨૦૧૨)

31) ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે ? – ડો. આંબેડકર
(આયુર્વેદિક ડોકટર ૨૦૦૦)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + six =