ભારતીય બંધારણ ની લાક્ષણિકતાઓ

૧.લેખિત તેમજ વિશાળ

ભારતનું બંધારણ એ વ્યવસ્થિત લેખિત અને વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે. તેની બિજા દેશ જેમકે ઈંગ્લેન્ડ અને ઈઝરાયેલની જેમ અલિખત નથી.

૨.સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચ્ચતાનું સમન્વય

આ દેશની સંસદીય સાર્વભૌમનો સિદ્ધાંત બ્રિટિશ શાસનને મળી આવે છે. જ્યારે સુપ્રિમ કોર્ટની વ્યવસ્થા અમેરિકાને મળતી આવે છે. જેવી રીતે અમુક અંશે ભારતીય સંસદીય પ્રણાલી બ્રિટિન કરતા અલગ છે તેવી જ રીતે અમેરિકાની સુપ્રિમ કોર્ટના કાયદા સમક્ષ સમિક્ષાની સત્તા કરતા ભારતની સતાસતા મર્યાદિત છે. ભારતમાં કાયદા દ્રારા સ્થાપિત પ્રક્રિયા છે. જ્યારે અમેરિકાની કાયદાની યોગ્ય પ્રક્રિયા છે.

૩.સંસદીય શાસન પ્રણાલી

ભારતની સંસદ પ્રણાલી બ્રિટનની સંસદ પ્રણાલી માંથી લેવામાં આવી છે. નઈ કે અમેરિકન પ્રણાલી કે જે રાષ્ટ્રપતિ સત્તામાં માને છે. આ સંસદ પ્રણાલી મુખ્યત્વે શાસન કર્તા અને વહિવટ કર્તાના સકંલન અને સહકારથી ચાલે છે.

આપણી સંસદીય પ્રણાલીને “Westminster” મોડેલ સાથે સરખાવામાં આવે છે. જેમાં કેબીનેટ એટલે કે કેન્દ્રીય અને રાજ્ય એમ બન્ને શાસન પ્રણાલી છે. તેમજ આપી સંસદ પ્રણાલી વિશેષ લાક્ષણિકતા નીચે મુજબ છે.

૧.બહુમત ધરાવતો પક્ષ રાજ કરે છે.

૨.લોકસભાનું વિસર્જન

૩.વહિવટકર્તા અને શાસનકર્તાની સમાન જવાબદારીઓ

ભલે આપણી બ્રિટીશ સંસદીય પ્રણાલી સામય્તા ધરાવે છે. પરતું તેમાં પણ થોડાક મૂળભૂત તફાવત રહેલો છે. જેમકે આપણે રાષ્ટ્રપતિની નિમણુક કરવામાં આવે છે. જ્યારે ત્યાં રાણીનું શાસન વારસાગત ચલાવામાં આવે છે.

છતાપણ આ બન્ને શાસન પ્રણાલી ને પ્રધાનમંત્રીની સરકાર તરીકે ઓળખાવામાં આવે છે. કેમકે બન્ને પ્રણાલીમાં પ્રધાનમંત્રી સર્વોચ્ચ વહિવટકર્તા છે.

૪.નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ

આપણું બંધારણ નમ્યતા અને અનમ્યતા બન્ને પાસા સમાન રીતે ધરાવે છે. અનમ્યતા એટલે કે બંધારણમાં અમુક સુધારા કરવા માટે એક ખાસ પ્રકારની પ્રક્રિયા કરાવી પડે છે. જ્યારે અમુક સુધારા સાદી બહુમતિથી કરવામાં આવે છે.

આપણા બંધારણમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના સુધારાની જોગવાઈ કરવામાં આવી છે.

૧.સાદી બહુમતિ

૨.વિશિષ્ઠ બહુમતિ (૨/૩ હાજર સભ્યોની બહુમતિ)

૩.રાજ્ય સંબધિત (૨/૩ લોકસભા અને ૧/૨ કુલ રાજ્યોની બહુમતિ)

૫.વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ

ભારતના બંધારણના ઘડવૈયાઓએ વિશ્વના પ્રમુખ બંધારણોનો ગહન અભ્યાસ કરી આપણું બંધારણ બનાવ્યું છે. જેની નોંધ નીચે જણાવેલ ટેબલ પરથી મળશે.

સ્ત્રોત

લક્ષણો

.

ભારત શાસન અધિનિયમ, ૧૯૩૫

સંઘનાત્મક વવ્યસ્થા, ન્યાયપાલિકા, જાહેર સેવા આયોગ, કટોકટીના સમયમાં વહીવટની જોગવાઈ

.

બ્રિટનનું બંધારણ

સંસદીય વ્યવસ્થા, સ્વતંત્ર ન્યાયતંત્ર, એકલ નાગરીકતા, કેબીનેટ વ્યવસ્થા, રીટની જોગવાઈ, બે ગૃહીય શાસન, કાયદાકીય પ્રક્રિયા

.

યુ.એસનું બંધારણ

મૂળભૂત અધિકારો, પ્રસ્તાવના, ન્યાયિક પુન:અવલોકન, સુપ્રિમ કોર્ટના મુખ્ય અને ઉચ્ચ ન્યાયધિશોને હટાવવાની પ્રક્રિયા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ

.

આયરલેન્ડનું બંધારણ

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યસભાના સભ્યોની પંસદગી પ્રક્રિયા, રાષ્ટ્રપતિની ચૂંટણી

.

કેનેડાનું બંધારણ

સશક્ત કેન્દ્ર સરકાર, કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી, રાજ્યપાલની નિમણુક કેન્દ્ર દ્રારા, સુપ્રિમ કોર્ટની સલાહકાર સમિતિ

.

ઓસ્ટ્રેલિયાનું બંધારણ

વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, સંયુક્ત યાદી, સંસદના બન્ને ગૃહોની બેઠક

.

જર્મનીનું બંધારણ

કટોકટી વખતે મૂળભૂત અધિકારો સ્થગિત કરવા

.

રશિયાનું બંધારણ

મૂળભૂત ફરજો

.

ફ્રાન્સનું બંધારણ

સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ગણતંત્રનો આમુખમાં સમાવેશ

૧૦.

સાઉથઆફ્રિકાનું બંધારણ

બંધારણમાં સુધારા, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી

૧૧.

જાપાનનું બંધારણ

કાયદા દ્રારા પ્રસ્થાપિત પ્રક્રિયા

૬.સંધાત્મક રાજ્ય વ્યવસ્થા

ભારતનું બંધારણ દ્રારા ભારતમાં સંધાત્મક વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. આ વવ્યસ્થા એકં સંધની બધીજ લાક્ષણિકતાઓ ધરાવે છે. બે સરકાર, સત્તાની સમાન વહેંચણી, લેખિત બંધારણ, બંધારણની સર્વોપરિત્તા, બંધારણની અનમ્યતાનમ્યતા, સ્વતંત્ર ન્યાયપાલિકા અને દ્રીગૃહીય સંસદ.

આ ઉપરાંત ભારતીય બંધારણ ઘણી એકાત્મક બાબતો પણ ધરાવે છે. જેમકે સશક્ત કેન્દ્ર સત્તા, એકલ બંધારણ, એકલ નાગરીકતા, બંધારણમાં નમ્યતા, સંકલિત ન્યાયવ્યવસ્થા, કટોકટીની જોગવાઈ.

ભારતના બંધારણના અનુચ્છેદ ૧ માં ભારતને એક સંઘ તરીકે વર્ણવામાં આવ્યો છે. જેનો મતલબ થાય છે કે આ દેશ માંથી કોઈ રાજ્ય પોતાની રીતે સ્વતંત્ર થવાનો અધિકાર નથી.

૭.પંથનિરપેક્ષ / બિનસાંપ્રદાયિકતા

ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિકતામાં માને છે. એટલેકે તે કોઈપણ ધર્મ કે જાતિનું સર્મથન નથી કરતું અને કોઈપણ ધર્મ કે જાતિનો વિરોધ નથી કરતું. આ માટે ભારત કોઈ એક ધર્મ નહીં પરંતુ ‘‘સર્વ ધર્મ સમભાવ’’ માં માનવા વાળું છે. ભારતના ધણા જ અનુચ્છેદમાં ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

૧.ભારતના બંધારણમાં બિનસાંપ્રદાયિક શબ્દ આમુખમાં ૪૨માં સુધારાથી      દાખલ કરવામાં આવ્યો(ઈ.સ ૧૯૭૬માં)

૨. ભારતનું આમુખ દરેક ધર્મની માન્યતા અને સ્વતંત્રતાનું માન જાળવે છે.

૩. કોઈપણ રાજ્ય ધર્મના નામે કોઈપણ નાગરીકને ન્યાયના રક્ષણથી વંચિત રાખી શકે નહીં. (અનુચ્છેદ ૧૪)

૪.રાજ્ય ધર્મના નામે કોઈપણ નાગરીક સાથે ભેદભાવ કરી શકે નહીં. (અનુચ્છેદ ૧૫)

૫.જાહેર સરકારી ભરતીમાં દરેક ધર્મના લોકોને સમાન તક મળવી જોઈએ. (અનુચ્છેદ ૧૬)

૬.દરેક ધર્મ જાતિના લોકોને પોતાના તહેવારો ઉજવવાનો અને પોતાની ધર્મની આરાધાના કરવાનો સરખો હક આપવામાં આવ્યો છે. (અનુચ્છેદ ૨૫)

૭.કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્ય માટે સરકારને કોઈપણ પ્રકારનો કર ચુકવવો પડતો નથી.(અનુચ્છેદ ૨૭)

પશ્ચિમી સભ્યતાને વિપરીત ભારતમાં દરેક ધર્મને સમાન માન-સન્માન અને રક્ષણ મળે છે. તેમજ ભારતમાં આપવામાં આવેલુ આરક્ષણ એ એક હકારાત્મક પગલું છે. જેથી પછાત જાતીનો યોગ્ય વિકાસ થઈ શકે અને તે કામચલાઉ છે.

૮.મૂળભૂત અધિકાર

ભારતના બંધારણનો ભાગ ૩ આ દેશના દરેક નાગરીકને જીવન જિવવા માટે જરૂરી એવા મૂળભૂત અધિકારો આપે છે.

૧.સમાનતાનો અધિકાર (અનુચ્છેદ ૧૪ થી ૧૮)

૨.સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૧૯ થી ૨૨)

૩.શોષણ સામેનો અધિકાર (અનુચ્છેદ ૨૩ અને ૨૪)

૪.ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર (અનુચ્છેદ ૨૫ થી ૨૮)

૫.સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર (અનુચ્છેદ ૨૯ થી ૩૦)

૬.બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ ૩૨)

આ અધિકારોના ભંગ બદલ કોઈપણ નાગરિક સીધો સુપ્રિમ કોર્ટનો સહારો લઈ શકે છે.આ અધિકારો રાષ્ટ્રિય કટોકટીના સમયમાં સ્થગિત રાખવામાં આવે છે. અનુચ્છેદ ૨૦ અને ૨૧ને બાદ કરતા.

૯.રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બંધારણના ભાગ ૪ માં દર્શાવામાં આવ્યા છે. તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

૧.ગાંધીવાદી સિદ્ધાંત (અનુચ્છેદ ૪૦,૪૩,૪૬,૪૭,૪૮)

૨.સમાજવાદી સિદ્ધાંત (અનુચ્છેદ ૩૮,૩૯,૩૯(ક),૪૧,૪૨,૪૩(ક),૪૩(ખ),૪૭)

૩.ઉદારવાદી અથવા બૌધિક સિદ્ધાંત

(અનુચ્છેદ ૪૪,૪૫,૪૮,૪૮(ક),૪૯,૫૦,૫૧)

આ ભાગમાં દર્શાવેલા સિદ્ધાંતો એ ફક્ત સુશાસન કરવા માટેના સિદ્ધાંતો છે. રાજ્ય તેનું પાલન કરવા માટે બંધાયેલ નથી. તેમજ તેના ભંગ બદલ કોઈપણ કોર્ટમાં કોઈ અરજી કરી શકાતી નથી.

૧૦.મૂળભૂત ફરજો

ભારતના બંધારણમાં ભાગ ૪(ક) અનુચ્છેદ ૫૧(ક) માં આ દેશના નાગરિકોને પાડવાની કેટલીક  મૂળભૂત ફરજો આપવામાં આવી છે. ભારતના મૂળ બંધારણમાં ફરજોનો સમાવેશ નહતો કરવામાં આવ્યો. પરંતુ સ્વર્ણસિંહ સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખી ૪૨માં સુધારા માં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે.

અહિં મુખ્યત્વે ૧૧ ફરજોનો સમાવેશ થાય છે. જેમાં ૨૦૦૨માં ૮૬માં બંધારણીય સુધારા દ્રારા ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાય કરવામાં આવી છે.

મૂળભૂત ફરજોને ન્યાયલય દ્રારા લાગુ કરી શકાતી નથી. બંધારણમાં તેમને અમલમાં લાવવાની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. તથા તેના ભંગ બદલ કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ સંસદ ઈચ્છે તો કાયદા દ્રારા તેનો ફરજીયાત અમલ કરાવી શકે છે.

૧૧.સાર્વભૌમ મતાધિકાર

ભારત દેશમાં પુખ્તવય મતાધિકાર આપવામાં આવ્યો છે. દેશનો કોઈપણ નાગરિક ૧૮ વર્ષની ઉંમર બાદ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં અને અન્ય ચુંટણીમાં મત આપી શકે છે. આ અધિકારમાં બધાજ નાગરિક સમાન માનવામાં આવે છે. તેમાં જાતી ધર્મના નામે કોઈ સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. ૧૯૮૯ પહેલાં મતાધિકારની ઉંમર ૨૧ વર્ષની હતી. જે ૬૧માં સુધારામાં ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી છે.

૧૨.સ્વતંત્રન્યાય પાલિકા

ભારતનું બંધારણ ભારતમાં સ્વતંત્ર તેમજ સંકલિત ન્યાયપાલિકા ધરાવે છે.

ભારતમાં સુપ્રિમ કોર્ટ સર્વોચ્ચ છે. ત્યારબાદ રાજ્યોની હાઈકોર્ટ અને ત્યારપછી જીલ્લાની તાબાની અદાલતોનો સમાવેશ  થાય છે. ભારતમાં એકજ પ્રણાલિમાં રાજ્ય તથા કેન્દ્રયાદીના બધાજ કાયદા લાગુ પાડવામાં આવે છે. જ્યારે અમેરિકામાં રાજ્યોના કાયદા રાજ્ય અને કેન્દ્રના કાયદા કેન્દ્ર દ્રારા સ્વતંત્રપણે લાગુ પાડવામાં આવે છે.

સુપ્રિમ કોર્ટએ ભારતની સર્વોચ્ચ અદાલત છે. તે કોઈપણ અરજી કરવાની છેલ્લી કોર્ટ છે. તેનો ચુકાદો સર્વમાન્ય રહે છે. તથા તેને ક્યાંય પણ પડકારી શકાતો નથી. તે આપણા મૂળભૂત અધિકારોની રક્ષક છે.

૧૩.એકલ નાગરિકતા

ભારત કે જ્યા કેન્દ્ર અને રાજ્યમાં અલગ રીતે શાસન ચલાવાય છે. ત્યાં ભારતના બંધારણ દ્રારા આ દેશના નાગરીકોને એકલ નાગરિત્વ આપાવામાં આવ્યું છે. એટલે કે તમે ફક્ત ભારત સંઘના નાગરીક છો. કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના નહીં. જ્યારે અમેરિકામાં બેવડી નાગરિકતા આપવામાં આવે છે. ત્યાં તમે અમેરિકાના નાગરિક કહેવાવો છો અને જે તે રાજ્ય દ્રારા પણ અલગ નાગરિકતા આપવામાં આવે છે. આમ છતાં અહિં એક અપવાદ છે. ભારતનું રાજ્ય જમ્મુ કશ્મિરને મળેલા વિશેષઅધિકારો (અનુચ્છેદ ૩૭૦) અન્નવયે ત્યાંના નાગરિકોને બેવડી નાગરિકતા આપવામાં આવે છે. 

૧૪.કટોકટીની જોગવાઈ

ભારતમાં અમુક યુદ્ધ કે આંતરિક વિકટતાને પહોંચી વળવા માટે કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. જે રાષ્ટ્રપતિ દ્રારા પ્રધાનમંત્રીની ભલામણથી લાગુ કરી શકાય છે.

ભારતમાં ત્રણ પ્રકારે કટોકટી લાગુ કરી શકાય છે.

૧.રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ ૩૫૨) : યુદ્ધ જેવી પરિસ્થતિમાં લાગુ કરવામાં આવે છે. ત્યારે દેશમાં કેન્દ્ર સરકાર સર્વોપરી બને છે. તથા અમુક અંશે મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવે છે. દેશમાં રાષ્ટ્રીય કટોકટી ત્રણ વાર લાગુ કરવામાં આવી છે.

૨. બંધારણીય કટોકટી (અનુચ્છેદ ૩૫૬) : જ્યારે કોઈ રાજ્ય બંધારણીય ધારધોરણો મુજબ શાસન ન ચલાવે ત્યારે તેનું શાસન રાષ્ટ્રપતિ હસ્તક લેવામાં આવે છે. ગુજરાતમાં ૫ વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

૩.નાણાકિય કટોકટી (અનુચ્છેદ ૩૬૦) : ભારતમાં દેશ ચલાવા માટે પુરતુ આર્થિક  ભંડોળ ન હોય ત્યારે આ કટોકટી લાગુ કરવામાં આવે છે. હજુ સુધી ભારતમાં ક્યારેય આ કટોકટી લાગુ કરવામાં આવી નથી.

૧૫.ત્રિસ્તરિય શાસન પ્રણાલી

ભારતમાં પંચાયતી રાજને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ પંચાયતી રાજમાં મુખ્યત્વે ત્રણ સ્તરની રાજ્ય વ્યવસ્થા પ્રવર્તે છે. જેમાં નીચે ગ્રામ્ય સ્તરે ત્યારબાદ તાલુકા સ્તરે અને અંતે જીલ્લા સ્તરે શાસન પ્રણાલી જોવા મળે છે. ૭૩માં ૭૪માં બંધારણીય સુધારા દ્રારા પંચાયતોને ભારતના બંધારણમાં બંધારણિય દરજ્જો આપવામાં આવ્યો છે.

૧૬.સ્વતંત્ર સંસ્થા

ભારતમાં વહિવટી પ્રણાલી અને શાસન પ્રણાલી ઉપરાંત અમુક સ્વતંત્ર સંસ્થાઓ આવેલી છે. જેમાં ચુંટણી પંચ, ભારતના CAG, સંઘ જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ નો સમાવેશ થાય છે. આ બધી સંસ્થાઓ કોઈ શાસનની નીચે પરંતુ સ્વતંત્ર રીતે પોતાની ભુમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − nine =